Header Ads Widget

અમિતાભની સિક્યોરિટી કરતા હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર, વર્ષે 1.5 કરોડનો પગાર હોવાની ચર્ચાએ જોર પકડયા બાદ ટ્રાન્સફર

અમિતાભ બચ્ચન ની સિક્યોરિટી કરતા હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર, વર્ષે 1.5 કરોડનો પગાર હોવાની ચર્ચાએ જોર પકડયા બાદ ટ્રાન્સફર 



વાત કૈક આમ છે કે ઘણા સમયથી અમિતાભ બચ્ચનના બૉડીગાર્ડ રહેલા મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની પોલીસ કમિશનર હેમંત નાગરાલે ટ્રાન્સફર કરી દીધી છે. કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદે પર એવો આરોપ છે કે તે અમિતાભ બચ્ચન પાસેથી વર્ષે દોઢ કરોડ રૂપિયાનો પગાર લેતા  હતા. આ માહિતી મળ્યા બાદ જિતેન્દ્ર વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનને X કક્ષાની સિક્યોરિટી પૂરી પાડવામાં આવી છે અને X કક્ષાની સિક્યુરિટી અંતર્ગત જ મુંબઈ પોલીસના બે કોન્સ્ટેબલ સતત તેમની સાથે હોય છે.



મુંબઈ ના પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આદેશ આપ્યો હતો કે કોઈપણ વ્યક્તિ એક પદ પર, એક પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષથી વધુ સમય સુધી રહી શકશે નહીં. પોલિસ વિભાગે કહ્યું હતું કે આ જ નિયમ હેઠળ જિતેન્દ્ર શિંદેની ટ્રાન્સફર કર્મ આવી છે.

શિંદેનો પગાર વધુ હોવાનું એક કારણ એ પણ સામે આવે છે કે તે બચ્ચન પરિવારને પોતાની પ્રાઇવેટ સિક્યોરિટી પણ આપતા હતા. 



(Source : https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/transfer-of-head-constable-over-amitabhs-security-action-after-discussion-on-salary-of-rs-1-crore-per-year-128859941.html)

Post a Comment

0 Comments